Home   Alert Group   Gurudev shri   Activities   Shibir-2018   Prerana Patra
Download   Initiatives   Alert UID   Kusumanjali Fund   AEE   Top-10   Trophy
Alert Activities
     
    આત્મિય યુવાનો,
અદકેરા જિનશાસનના જવાહિર એવા ખાનદાન યુવાનોની નસોમાં રહેલા તાજા લોહીને સાચી દિશા ચિંધી પ્રભુ વીરે પ્રગટાવેલા શાસન દીપકને પ્રજ્વલીત રાખવા પૂજ્યોએ લોહી પાણી એક કર્યા છે. તેઓશ્રીના આ ધર્મપુરૂષાર્થની સફળતા અને આપણા જેવા રાહ ભુલેલા યુવાનોનું એકાંતે કલ્યાણ થાય તે માટે શાસનના વિવિધ કાર્યો કરવા દ્વારા સ્વ-પર કલ્યાણની ભાવનાથી એલર્ટ યંગ ગ્રુપની સ્થાપનાઓ થઈ છે. ભારતમાં પથરાયેલા લગભગ ૮૦ એલર્ટ યંગ ગ્રુપના કેન્દ્રો દ્વારા હજારો યુવાનો આજ સુધી વિવિધ પ્રભુભક્તિ અને ધાર્મિક પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ દરેક ગ્રુપને વિવિધ ધર્મપ્રવૃત્તિઓ જેમાં દૈનિક, સાપ્તાહિક, માસિક, અને વાર્ષિક કરવા યોગ્ય પ્રવૃત્તિઓનો એક ચાર્ટ બનાવી મે ૧૯૯૬  માં તારંગામાં થયેલી શિબિરમાં મૂકવામાં આવ્યો હતો જે અનુક્રમે અત્રે જણાવ્યો છે. દરેક ગ્રુપ તથા સંચાલકોને ખાસ વિનંતી છે કે પોતાના ગ્રુપને આવી પ્રવૃત્તિઓમાં સતત જોડતા રહે અને વિશેષ પ્રવૃત્તિઓનો અહેવાલ અવાર નવાર પૂજ્યશ્રીને મોકલતા રહે. વર્ષમાં મે અને ડીસેમ્બર વેકેશનમાં યોજાતી ત્રીદિવસીય શિબિરમાં તમામ સભ્યો હાજર રહે તેવી ગોથવણ કરે જેથી અગત્યની અને વિશેષ શાસન સેવાની માહિતી તથા નિર્ણયો લઈ શકાય.
-સરસેનાધિપતિશ્રી
    એલર્ટ યુવાનોએ કરેલા કેટલાક શાસન પ્રભાવના કાર્યો
   
 • પાલિતાણામાં છગાઉ યાત્રા ફેરીમાં એલર્ટ ગ્રુપ ઓફ ગુજરાત અને મુંબઈના યુવાનોએ બજાવેલી અભૂતપૂર્વ સેવા.
 • મુંબઈ ગોવાલીયા ટેંક ઓગસ્ટક્રાંતિ મેદાન ખાતે યોજાયેલા ભગવાન શ્રી મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવ પ્રસંગે એલર્ટ ગ્રુપ ઓફ મુંબઈના યુવાનોએ કરેલ વ્યવસ્થા તથા જીવદયાનો ફાળો.
 • પાલિતાણામાં તાજેતરમાં પડેલી પૂજારીઓની હડતાલ દરમિયાન ગિરિરાજ ઉપર યુવાનોએ સંભાળેલી જિનપૂજાદિની સુંદર વ્યવસ્થા.
 • શાહપુર તીર્થ ફાગણ સુદ - ૧૩ છગાઉ ફેરીમાં ૬૦ હજાર ભાવિકોનો મેળો ઉભરાતાં કરેલી સુંદર વ્યવસ્થા.
 • પૂ. આચાર્ય દેવ શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં કલીકુંડ-સમેતશિખર પદયાત્રા સંઘના આયોજનમાં ગુજરાત અને કોલકત્તાના એલર્ટ યુવાનોએ કરેલ સુંદર સંચાલન.
દૈનિક કાર્યક્રમો    
   
 • દરેક યુવાને દરરોજ જિનપૂજા અવશ્ય કરવી જેમાં શક્તિ મુજબ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાનો ખાસ આગ્રહ રાખવો.
 • દિવસમાં એકવાર નવકારમંત્રની એક બાંધી માળાનો જાપ કરવો.
 • રાત્રીભોજન ત્યાગ ન થઈ શકે તો રાત્રે એકવાર જમ્યા પછી કશુ લેવું નહી.
 • દરરોજ રાત્રે ઘરમાં કુટુંબ સાથે બેસીને પાંચ સ્તુતિ-સ્તવનાદિથી પ્રભુ પ્રાર્થના કરવી.
 • વ્યસનોથી સદૈવ મુક્ત અને હજાર હાથ દૂર રહેવું.
 • પ્રાણીજ (માંસાહાર) ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો.
 • કંદમૂળ (ડુંગળી, બટાટા, મૂળા, ગાજર, આદુ, લસણ) વિગેરેનો ત્યાગ કરવો.
 • સવારે ઉઠતાંજ માતા-પિતાને (ન હોય તો ફોટાને)પ્રણામ કરવા.
 • અતિથિ (સાધુ) નો સત્કાર કરવો.
 • કુટુંબ સાથે પ્રેમથી રહેવું. દયા, સહિષ્ણુતા, ઉદારતા આદિ ગુણો આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો.
સાપ્તાહિક કાર્યક્રમો    
   
 • નક્કી કરેલા દિવસે અને સમયે સપ્તાહમાં એક વાર સમૂહ આરતીનું આયોજન કરવું.
 • સપ્તાહમાં એકવાર બને તો સ્નાત્ર મહોત્સવ યોજવો.
માસિક કાર્યક્રમો    
   
 • જિનમંદિર શુદ્ધિ
 • પાંજરાપોળ વિઝીટ
 • પશુસેવા
 • સાફ-સફાઈ આદિ
 • ગરીબોને અન્ન, વસ્ત્ર વિગેરે વિતરણ
 • હોસ્પિટલમાં બિમારને ફ્રુટ વિગેરે વિતરણ
 • યુવા મિલન અંતર્ગત વક્તવ્યો
 • પ્રવૃત્તિ વિચારણા
 • નજીકના ગામમાં જઈ સ્નાત્ર મહોત્સવ આદિ (સારા વક્તાઓ પણ બોલાવી શકાય)
 • જિનાલયમાં સામૂહિક અભિષેક પૂજા
 • ઉપાશ્રય શુદ્ધિ
 • સમૂહ સામયિક જેમાં સુત્રપઠનનો યજ્ઞ ચાલે
 • દર બેસતા મહિને સવારે 5.30 વાગે  જિનાલયમાં ભક્તામર પાઠ અને પ્રભુભક્તિ
વાર્ષિક કાર્યક્રમો    
   
 • વર્ષે એકવાર ગ્રુપના યુવાનોનો તીર્થ યાત્રા કાર્યક્રમ.
 • પ્રતિ વર્ષ યોજાતી (પૂજ્યપાદશ્રીની નિશ્રામાં) શિબિરમાં અવશ્ય હાજરી.
 • ભાવના ભણાવી શકે તેવા યુવાનો માટે સંગીતના સાધનો વિગેરે વસાવી શીખવા પ્રેરણા કરવી.
 • પર્યુષણ કરાવવા જઈ શકે તેવા વક્તૃત્વ શક્તિ ધરાવતા તથા સુત્રનો અભ્યાસ કરી તૈયાર થતા યુવાનોને પ્રોત્સાહન આપી તૈયાર કરવા.
અન્ય   પર્યુષણ કરાવવા દ્વારા શ્રી સંઘોમાં એલર્ટ યુવાનો દ્વારા ધર્મ ચેતનાનો સંચાર
   
ક્ર્મ ગામનું નામ સંઘનું નામ રાજ્ય
૦૧ આમોદ શ્રી આમોદ જૈન સંઘ ગુજરાત
૦૨ અગાસી શ્રી અગાસી સ્થાનિક જૈન સંઘ મહારાષ્ટ્ર
૦૩ આગ્રા શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ - બેલનગંજ ઉત્તર પ્રદેશ
૦૪ આગ્રા શ્રી શ્વેતાંબર જૈન સંઘ - રોશનમહોલ્લા ઉત્તર પ્રદેશ
૦૫ આકુર્ડી શ્રી વાસુપુજ્ય જૈન મંદિર મહારાષ્ટ્ર
૦૬ અમલનેર શ્રી શીતલનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૦૭ અમલનેર શ્રી ગિરૂઆજી પાર્શ્વનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૦૮ આસનસોલ શ્રી આસનસોલ જૈન સંઘ પશ્ચિમ બંગાલ
૦૯ બદલાપુર શ્રી બદલાપુર જૈન સંઘ (પાર્શ્વનાથ) મહારાષ્ટ્ર
૧૦ બાલાપુર શ્રી બાલાપુર જૈન સંઘ (ગોડીજી પાર્શ્વનાથ) મહારાષ્ટ્ર
૧૧ બારેજા શ્રી બારેજા જૈન સંઘ ગુજરાત
૧૨ ભંદર શ્રી ચિંતામણી જૈન સંઘ રાજસ્થાન
૧૩ બોરીવલી શ્રી વર્ધમાન જૈન સંઘ (નેંસી કોલોની) મહારાષ્ટ્ર
૧૪ ચાલીસગાંવ શ્રી મહાવીર સ્વામી જૈન સંઘ મહારાષ્ટ્ર
૧૫ ચિખલી શ્રી મહાવીર સ્વામી જૈન સંઘ મહારાષ્ટ્ર
૧૬ ચિત્રદુર્ગ શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન સંઘ કર્ણાટક
૧૭ દહાણું શ્રી ચંદ્રપ્રભુ જૈન સંઘ મહારાષ્ટ્ર
૧૮ દહાણું રોડ શ્રી સાવટા જૈન સંઘ મહારાષ્ટ્ર
૧૯ દહાણું રોડ શ્રી શાંતિનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૨૦ દેહુ રોડ શ્રી વિમલનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૨૧ ગંગાપુર શ્રી પલ્લીવાલ જૈન સંઘ રાજસ્થાન
૨૨ ગંગાપુર શ્રી મહાવીર સ્વામી જૈન સંઘ રાજસ્થાન
૨૩ ગુંટુર શ્રી ગોડીપાર્શ્વનાથ જૈન સંઘ આંધ્ર પ્રદેશ
૨૪ હડપસર (પૂના) શ્રી હડપસર જૈન સંઘ મહારાષ્ટ્ર
૨૫ જાલના શ્રી ચંદ્રપ્રભુ જૈન સંઘ મહારાષ્ટ્ર
૨૬ જમખંડી શ્રી ધર્મનાથ જૈન સંઘ કર્ણાટક
૨૭ ખેડા શ્રી આદિનાથ ભાવસાર જૈન સંઘ ગુજરાત
૨૮ લોણંદ શ્રી આદિનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૨૯ મેંગ્લોર શ્રી મેંગ્લોર જૈન સંઘ કેરેલા
૩૦ માસર રોડ શ્રી શ્વે. જૈન સંઘ ગુજરાત
૩૧ નાલતવાડ શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન સંઘ કર્ણાટક
૩૨ નાંદેજ શ્રી શ્વે. જૈન સંઘ ગુજરાત
૩૩ નાપાડ શ્રી મુનિસુવ્રત જૈન સંઘ ગુજરાત
૩૪ નેત્રંગ શ્રી શ્વે. જૈન સંઘ ગુજરાત
૩૫ પાંચોરા શ્રી પાંચોરા જૈન સંઘ મહારાષ્ટ્ર
૩૬ પરભણી શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૩૭ પ્રભાસ પાટણ શ્રી પ્રભાસ પાટણ જૈન સંઘ ગુજરાત
૩૮ સિંધનૂર શ્રી કુંથુનાથ જૈન સંઘ કર્ણાટક
૩૯ તળેગાંવ શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૪૦ વડોદરા શ્રી મહાવીર સ્વામી જૈન સંઘ (બોર્ડીંગ) ગુજરાત
૪૧ વાંકાનેર શ્રી તપાગચ્છ જૈન સંઘ ગુજરાત
૪૨ વસઈ રોડ શ્રી ગોખીવરે જૈન સંઘ મહારાષ્ટ્ર
૪૩ વેજલપુર શ્રી વેજલપુર જૈન સંઘ ગુજરાત
૪૪ વિજયનગર શ્રી વિજયનગર જૈન સંઘ ગુજરાત
૪૫ વરંગલ શ્રી વરંગલ જૈન સંઘ આંધ્ર પ્રદેશ
૪૬ યવત શ્રી સુમતિનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૪૭ ઝરીયા શ્રી ગુજરાતી જૈન સંઘ ઝારખંડ
૪૮ નિમચ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ મધ્ય પ્રદેશ
૪૯ ચાસ શ્રી મૂ. પૂ. જૈન સંઘ ઝારખંડ
૫૦ નેરૂલ શ્રી મૂ. પૂ. જૈન સંઘ મહારાષ્ટ્ર
૫૧ હોસ્પેટ શ્રી આદિનાથ જૈન સંઘ કર્ણાટક
૫૨ ચિંચવડ સ્ટેશન શ્રી આદિનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૫૩ પુણે (મુકુંદનગર) શ્રી શાંતિનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૫૪ હિંડોન સીટી શ્રી જૈન સંઘ રાજસ્થાન
૫૫ કરૌલી શ્રી જૈન સંઘ રાજસ્થાન
૫૬ ભરૂચ શ્રી ઝાડેશ્વર જૈન સંઘ ગુજરાત
૫૭ ભોપાલ શ્રી આદિનાથ જૈન સંઘ મધ્ય પ્રદેશ
૫૮ વિરાર (ઈ.) શ્રી ઘોઘારી જૈન સંઘ મહારાષ્ટ્ર
૫૯ મનોર શ્રી સુમતિનાથ જૈન સંઘ મહારાષ્ટ્ર
૬૦ ભાયંદર (ઈ.) શ્રી રાજેન્દ્ર જૈન સંઘ મહારાષ્ટ્ર
૬૧ વાડા શ્રી વાડા જૈન સંઘ મહારાષ્ટ્ર
૬૨ પટના શ્રી પટના ગ્રુપ ઓફ ટેમ્પલ બિહાર
૬૩ ગોવંડી (શિવાજીનગર) શ્રી કેશરીયાજી જૈન સંઘ મહારાષ્ટ્ર
૬૪ વંથલી શ્રી વંથલી જૈન સંઘ (સોરથ) ગુજરાત
૬૫ કાસારવાડી શ્રી જૈન સંઘ કાસારવાડી પૂના મહારાષ્ટ્ર
૬૬ હિંમતનગર શ્રી જૈન સંઘ હિંમતનગર ગુજરાત
૬૭ લતીપુર શ્રી જૈન સંઘ લતીપુર (સૌરાષ્ટ્ર) ગુજરાત
૬૮ પનવેલ શ્રી જૈન સંઘ પનવેલ મહારાષ્ટ્ર
૬૯ નાલાસોપારા શ્રી જૈન સંઘ મહારાષ્ટ્ર
૭૦ બેલગામ શ્રી જૈન સંઘ મહારાષ્ટ્ર
૭૧ ઘોટી શ્રી જૈન સંઘ મહારાષ્ટ્ર
૭૨ માલેગાંવ શ્રી જૈન સંઘ મહારાષ્ટ્ર
૭૩ ભચાઉ (કચ્છ) શ્રી જૈન સંઘ ગુજરાત
૭૪ હારીજ શ્રી જૈન સંઘ ગુજરાત
૭૫ વડાલી શ્રી જૈન સંઘ ગુજરાત
૭૬ મિરજ શ્રી જૈન સંઘ મહારાષ્ટ્ર
૭૭ બૈતુલ શ્રી જૈન સંઘ મધ્ય પ્રદેશ
૭૮ શિરસતીર્થ તીર્થ રાજસ્થાન
૭૯ કેશવનગર શ્રી જૈન સંઘ, સાબરમતી ગુજરાત
૮૦ મણિનગર શ્રી જૈન સંઘ ગુજરાત
૮૧ નીગડી શ્રી જૈન સંઘ મહારાષ્ટ્ર
૮૨ ઝઘડીયા શ્રી જૈન સંઘ ગુજરાત
૮૩ માનસ મંદિર શ્રી શ.તી.ભુ.મા. માનસ મંદિર ટ્રસ્ટ તીર્થ મહારાષ્ટ્ર
૮૪ પૂના (બોપોડી) શ્રી શ્વે.મૂ.પૂ. જૈન સંઘ મહારાષ્ટ્ર
૮૫ સાંગલી શ્રી શ્વે.મૂ.ત. જૈન સંઘ મહારાષ્ટ્ર
૮૬ પૂના (સોમવાર પેઠ) શ્રી શ્વે.મૂ.પૂ. જૈન સંઘ મહારાષ્ટ્ર
 
HomeAbout Alert GroupAbout Gurudev ShriAlert ActivitiesAlert Top-10Alert TrophyEventsPrerana Patra
Shree Jain Alert Group of India
17, Ellora Park Society, Opp. Jain Derasar, Naranpura Cross Rd., Naranpura, Ahmedabad - 380013
Tel : +91-79-2768 0746 | Mobile : +91-982 543 3715